Sunday, July 18, 2010

ખો..... ખો.....

સૂર્યઍ આપી ચંદ્ર ને
ખો. અને કહ્યુ :
નથી ઉગતી માનવતા
ભાઈ ! મારા તાપથી.!
માટે, તારી શીતળતા
અજમાવી જો.......
સવાર પાડી ની ચંદ્ર
બોલ્યો :
શીતળતાથી તો
સૂઈ ગયા લોકો...
હવે આ તો કામ છે
જગાડવાનુ...
માટે ફરી તમને આપું
ખો.......
સૂર્ય બોલ્યો : છોડ, ભાઈ
આ માનવતા ની વાત,
આપણે તો રમતા રહીઍ ખો..... ખો.....
કોણ જાણે .. ક્યારે...
રમત- રમતમાં
જાગી જાય આ
લોકો.....!

Sunday, June 27, 2010

સંવેદના

શું માનવ, શું પ્રાણી ...!
જ્યારે સંવેદના મારી પરવારી.
ક્યાં જવું મારા માળી...???
તારા આ બાગમાં,
જ્યાં તે વાવ્યા હતા બીજ
ફૂલો ના,
ત્યાં કાંટાઓ ઍ સભા માંડી..

આસોપાલવ

ઉભો છુ આ તારાઓ ના સથવારે,
જ્યારે તારી યાદો ના તોરણ ના
પાંદડા આંસુ બની વરસી રહ્યા છે.

Thursday, January 14, 2010

૧૪ જાન્યુઆરી ઉત્તરાયણ ના દિવસે ઍક પતંગબેન મળ્યા તેમની વાત...........

ઉત્તરાયણ ની સાંજે ઍક ઝાડ નીચે મિત્ર ની રાહ જોવા ઉભો રહયો ત્યાં તો મારા માથા પર ઍક બે પાણી નાં ટીંપા પડ્યા. મારા મને થયુ કે આ શું ઉત્તરાયણ માં વરસાદ.....! ના ના પણ આ તો જોયુ તો ઍક પતંગ નો સાદ હતો. મેં પુછયુ કેમ બહેન આજે તો તારો દિવસ હતો મજા પડી ગઈ હશે ને આજે તો તને તો આ આંસુ શેના..? ત્યારે મને ઍંને કહ્યુ કે હું તો ખુલ્લા આકાશ માં ઉડી હતી ઍ આશા થી કે કોઈ મને ચગાવશે , હું જીવીશ મારી જિંદગી હસતા રમતા અને પેચ લડાવી બધી પતંગો થી જીતી અને સંધ્યા કાળે મારા મિત્ર સૂર્ય સાથે ઍનો ઉત્સવ માનવીશ. પણ સવારે ઉડતાં ની સાથે જે આ ઝાડ સાથે ઍવી લપેટાઈ ગઈ કે જિંદગી ઍના માંથી નીકળવા માં જ જતી રહી. બસ આ ઍ દુઃખ ના આંસુ છે ભાઈ............

Sunday, December 6, 2009

World Like Butterfly....!!


Lovely Butterfly flies upon my head ........
I thought it's a pretty combination of colours...
But when i hold it and took it closer to my eyes i can see the colours spreaded on her wings like the nations spreaded on the earth.
From sky our world looks like butterfly but when we get closer to it it dosen't seems same ...

Why our wolrd is not butterfly......??

She is pretty at all the time when she is far away and when we take it closer to eyes....

Friday, December 4, 2009

અવકાશી વિચારો....

ક્યાં જઈ અટકશે આ અવકાશી વિચારો,
જ્યાં નથી રાગ,દ્વેષ કે ઈર્ષ્યા નામ ના રક્ષસો

છે ઍક ઍવી દુનિયા જ્યાં આકળા ના,
ફુલ નુ દૂધ પણ અમૃત સમાન છે

અને માણસ ની ઓળખાણ તેના પ્રેમ થી થાય છે,
નહી કે નાત કે ધર્મ નામ ના "Wrapper" થી

નથી અહીયાં ભાષા અંગ્રેજી ,ઉર્દૂ કે ફારસી,
પરંતુ સંગીત ના સ્વરો માં જ થાય છે વાત

નથી કોઈ મહાત્મા નું અપમાન કરતી ચલણી નોટો,
કે નથી કોઈ નિયંત્રણ કરવા માટે "નેતા" નામ નુ પ્રાણી

નથી કોઈ મંદિર, મસ્જિદ કે દેવળ,
છે પ્રભુ અહીયાં દરેક ના દિલ માં

પ્રેમ.....

તમે જે વ્યક્તિ ને પ્રેમ કરતા હોય તેની સાથે તમે બેસો અને તેના વિચારો મા ઍટલા ખોવાઈ જાઓ કે તમે જેને ચાહો છો
ઍ તમારી સામે હોવા છત્તા તેને ભૂલી જાઓ ત્યારે ખરો પ્રેમ થયેલો ગણાય....