Sunday, July 18, 2010

ખો..... ખો.....

સૂર્યઍ આપી ચંદ્ર ને
ખો. અને કહ્યુ :
નથી ઉગતી માનવતા
ભાઈ ! મારા તાપથી.!
માટે, તારી શીતળતા
અજમાવી જો.......
સવાર પાડી ની ચંદ્ર
બોલ્યો :
શીતળતાથી તો
સૂઈ ગયા લોકો...
હવે આ તો કામ છે
જગાડવાનુ...
માટે ફરી તમને આપું
ખો.......
સૂર્ય બોલ્યો : છોડ, ભાઈ
આ માનવતા ની વાત,
આપણે તો રમતા રહીઍ ખો..... ખો.....
કોણ જાણે .. ક્યારે...
રમત- રમતમાં
જાગી જાય આ
લોકો.....!

Sunday, June 27, 2010

સંવેદના

શું માનવ, શું પ્રાણી ...!
જ્યારે સંવેદના મારી પરવારી.
ક્યાં જવું મારા માળી...???
તારા આ બાગમાં,
જ્યાં તે વાવ્યા હતા બીજ
ફૂલો ના,
ત્યાં કાંટાઓ ઍ સભા માંડી..

આસોપાલવ

ઉભો છુ આ તારાઓ ના સથવારે,
જ્યારે તારી યાદો ના તોરણ ના
પાંદડા આંસુ બની વરસી રહ્યા છે.

Thursday, January 14, 2010

૧૪ જાન્યુઆરી ઉત્તરાયણ ના દિવસે ઍક પતંગબેન મળ્યા તેમની વાત...........

ઉત્તરાયણ ની સાંજે ઍક ઝાડ નીચે મિત્ર ની રાહ જોવા ઉભો રહયો ત્યાં તો મારા માથા પર ઍક બે પાણી નાં ટીંપા પડ્યા. મારા મને થયુ કે આ શું ઉત્તરાયણ માં વરસાદ.....! ના ના પણ આ તો જોયુ તો ઍક પતંગ નો સાદ હતો. મેં પુછયુ કેમ બહેન આજે તો તારો દિવસ હતો મજા પડી ગઈ હશે ને આજે તો તને તો આ આંસુ શેના..? ત્યારે મને ઍંને કહ્યુ કે હું તો ખુલ્લા આકાશ માં ઉડી હતી ઍ આશા થી કે કોઈ મને ચગાવશે , હું જીવીશ મારી જિંદગી હસતા રમતા અને પેચ લડાવી બધી પતંગો થી જીતી અને સંધ્યા કાળે મારા મિત્ર સૂર્ય સાથે ઍનો ઉત્સવ માનવીશ. પણ સવારે ઉડતાં ની સાથે જે આ ઝાડ સાથે ઍવી લપેટાઈ ગઈ કે જિંદગી ઍના માંથી નીકળવા માં જ જતી રહી. બસ આ ઍ દુઃખ ના આંસુ છે ભાઈ............